નવી દિલ્હી : પંજાબ મિનિસ્ટર અને કોંગ્રેસ લિડર નવજોત સિંહ સિદ્ધુની કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે. હકીકતમાં સિદ્ધુ ફુલવામા એટેક પછી તેણે કરેલી કમેન્ટના કારણે વિવાદમાં આવ્યો હતો. સિદ્ધુ પહેલાંથી કપિલના શોનો હિસ્સો હતો પણ તેની લેટેસ્ટ એપિસોડની કમેન્ટ લોકોને બહુ પસંદ પડી નહોતી અને પછી #boycottsidhu ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ એપિસોડના ટેલિકાસ્ટ પછી લોકો શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટીની ડિમાન્ડ કરવા લાગ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ શોમાં સિદ્ધુના રિપ્લેસમેન્ટ તરીકે અર્ચના પુરણ સિંહની પસંદગી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કપિલ શર્માના શોમાંથી સિદ્ધૂને હાંકી કાઢવાની માંગણી કરવાની સાથેસાથે અનેક પોસ્ટ અને અનેક પ્રકારની કોમેન્ટો પણ કરવામાં આવી રહી છે. લોકોએ સિદ્ધુને હાંકી કાઢવા માટે સોની એન્ટરટેન્મેન્ટને પણ અપીલ કરી છે. આ માંગણીને લઈને લોકો એટલા તો સક્રિય થયા છે કે બોયકોટ કપિલ શર્મા શો ટ્વિટર પર ટ્રેંડ પણ કરવા લાગ્યો હતો.
CRPFના જવાનો પરના ભયાનક હુમલા બાદ સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. જે લોકોએ તેને અંજામ આપ્યો છે, તેમણે કાયરતાનો પરિચય આપ્યો છે. પણ વાતચીત દ્વારા જ સમસ્યાનું સ્થાઈ સમાધાન કાઢવું જોઈએ. સિદ્ધુએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા જ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે